Gujarat Rain: બીજા નોરતે આ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન રહશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ પડશે.
ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે
ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદ વરસી શકે છે.
પહેલા નોરતે પણ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. તો આજે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તે અંગેની આગાહી જાણીએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે
16મી ઓક્ટોબરના રોજ થોડા વિસ્તારોમાં વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના ચોબારી ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેશોદના અજાબ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકના નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial