(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વડોદરા, તાપી, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વડોદરા, તાપી, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
કચ્છમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કચ્છના ભુજ, સુખપર, માનકૂવા, નખત્રાણા, મંજલ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના ઉનાળુ પાક અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ સાંજ થતા પલટો આવ્યો છે. ગીર સોમનાથના સાસણ ગીર તથા આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા કેરીના બગીચાઓમાં કેરીઓ ખરી પડી છે. પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. એક તરફ આ વર્ષે શિયાળા દરમિયાન જ્યારે આંબમાં મોર (ફ્લાવરિંગ) આવવાની શરૂઆત હતી ત્યારે જ ઝાકળ પડવાથી ઘણા વિસ્તારોમાં મોર ખરી ગયા હતા અને તેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં 15% જેવો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, સારી વાત એ છે કે કેરીની ક્વોલિટી ઘણી સારી છે. ઉત્પાદનમાં એક તો ઘટાડાની શક્યતા છે. બીજી તરફ જે પાક બચ્યો છે તે કમોસમી વરસાદના કારણે ફેઈલ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
બનાસકાંઠા જિલ્લાાના વાવના સરહદી પંથકમાં વરસાદી માહોલ છે. છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ જામ્યો છે. દૈયપ,માવસરી સહિત ગામોમાં વરસાદી માહોલ છે. ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાતા ઠંડક પ્રસરી છે. બફારાના વાતાવરણ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વડોદરા, તાપી, સૌરાષ્ટ્ર- કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.