છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ પડ્યો, જૂનાગઢના આ તાલુકામાં ધબબાટી બોલાવી
હવામાન વિભાગે સામાન્ય લોકોને પાણી ભરાયેલા, પાકા રસ્તાઓ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા વિનંતી કરી છે.
Gujarat Rain: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સામાન્ય લોકોને પાણી ભરાયેલા, પાકા રસ્તાઓ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા વિનંતી કરી છે. બીજી બાજુ ગઈકાલે પણ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 12 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં પોણા આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાધનપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બેચરાજીમાં સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાભરમાં સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં સાડા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વંથલીમાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડીસામાં સાડા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બગસરામાં સવા ચાર ઈંચ વરસાદ
જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાપરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં થરાદ, વડગામમાં પોણા ચાર ઈંચ વરસાદ
ઈડર, ધ્રાંગધ્રા, સતલાસણામાં પોણા ચાર ઈંચ વરસાદ
કોડીનાર, માળીયા મિયાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ચાણસ્મા, દાંતીવાડા, ખેરાલુમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
દાંતા, હળવદ, સમીમાં સવા ત્રણ ઈંચ વરસાદ
પલસાણા, સોજીત્રા, હારીજમાં સવા ત્રણ ઈંચ વરસાદ
તાલાલા, વડનગર, પોશીનામાં ત્રણ ઈંચ વરસાદ
ભેંસાણ, ચીખલી, જોટાણામાં અઢી ઈંચ વરસાદ
અમીરગઢ, સાંતલપુર, ધાનેરામાં અઢી ઈંચ વરસાદ
વડાલી, ઊંઝા, વલસાડમાં સવા બે ઈંચ વરસાદ
કાંકરેજ, નડીયાદ, પાલનપુરમાં સવા બે ઈંચ વરસાદ
સંખેશ્વર, દેત્રોજ, ખેડબ્રહ્મામાં સવા બે ઈંચ વરસાદ
મેઘરજ, માણસા, માંગરોળમાં સવા બે ઈંચ વરસાદ
કાલાવડ, ટંકારા, રાણાવાવમાં બે બે ઈંચ વરસાદ
ડોલવણ, કડી, પોરબંદરમાં બે બે ઈંચ વરસાદ
લાખણી, ઉના, ધારીમાં બે બે ઈંચ વરસાદ
પાટણ, ભૂજ, નવસારીમાં બે બે ઈંચ વરસાદ
ચોટીલા, ઝલાલપોર, વિજયનગરમાં બે બે ઈંચ વરસાદ
ગીર ગઢડા, મોડાસા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
સુઈગામ, કુંકાવાવ, માંડવીમાં પોણા બે ઈંચ વરસાદ
ખેરગામ, સાગબારા, વાવમાં પોણા બે ઈંચ વરસાદ
કુતિયાણા, વાંકાનેર, અમરેલીમાં દોઢ ઈંચ વરસાદ
આણંદ, પ્રાંતિજ, તલોદમાં દોઢ ઈંચ વરસાદ
માણાવદર, ઓલપાડ, મુળીમાં દોઢ ઈંચ વરસાદ
માતર, બારડોલી, વાપી, બાબરામાં દોઢ ઈંચ વરસાદ
ઉમરેઠ, કપડવંજમાં દોઢ ઈંચ વરસાદ
ભાવનગરના મહુવા, મોરબી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
38 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ