MORBI : મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યાં, જુઓ Video
Rain in Gujarat : મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ડેમમાં પાણીની ખુબ અવાક થઇ છે.
MORBI : મોરબી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે મચ્છુ-3 ડેમમાં પાણીની સારી આવક થઇ છે. મોરબી જિલ્લાના મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક થઈ શરૂ છે. મચ્છુ-૩ ડેમ અંદાજે 90 ટકા ભરાતાં તેના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. જુઓ મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા તેનો વિડીયો -
મોરબીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમો વરસાદ વરસી રહ્યો છે 12 જુલાઈને મંગળવારે સવારથી લઈને સાંજ સુધીમાં જિલ્લાના પાંચ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. મોરબી શહેર અને તાલુકામાં વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.ગઈકાલે 13 જુલાઈએ હવામાન વિભાગ દ્વારા મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેથી પ્રશાસન એલર્ટ પર છે.
મોરબીમાં જેતપર-પીપળી રોડના હાલ બેહાલ
મોરબીના જેતપર પીપળી રોડના હાલ બેહાલ જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં અનેક ખાડા પડી ગયા છે જેથી કંટાળી ગયેલા આ વિસ્તારના ગ્રામજનો તેમજ ઉદ્યોગપતિઓએ આજે બાઈક-કાર રેલી યોજીને જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં આવેદન પાઠવ્યું હતું
જે આવેદનમાં જણાવ્યું છે જે મોરબી તાલુકાના ઘાટીલા, ખાખરેચી, વેજલપર, કુંભારિયા, અણીયારી, જેતપર, રાપર, શાપર, ચકમપર, જીવાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળીને જોડતો જેતપર પીપળી રોડ સાવ બિસ્માર હાલતમાં છે જે રોડ પર નાના મોટા ૩૦૦ સિરામિક કારખાના છે અને પ્રતિદિન હજારો લોકો જીવના જોખમે મુસાફરી કરે છે જેથી રોડનું તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ કરવામાં આવી છે.