શોધખોળ કરો

Gujarat Rain: આજે 58 તાલુકામાં વરસ્યો વરસાદ, વંથલીમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર ફરી વળ્યા પાણી

આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે જૂનાગઢના મેંદરડામાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે.  જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીં   2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે વિસાવદર- માળિયાહાટીનામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ભાવનગરના મહુવામાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો છે.  આજે જૂનાગઢના કેશોદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.  આજે ચુડા, માણાવદરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.  ધોરાજી, ઘોઘા, ઉપલેટામાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉપલેટામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપલેટાનાં ગઘેઠડ ગાયત્રી આશ્રમ નજીક આવેલ વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. વેણું ડેમ 2 માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે.  વેણું ડેમ 2 માં વરસાદ પડતાં જ વેણું ડેમ 2  ફરી 100 ટકા ભરાયો છે.  ઉપલેટાનાં વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 1502 ક્યુસેક પાણીની આવક અને એટલી જ પાણીની જાવક થઈ હતી.  વેણું ડેમ 2 નાં દરવાજા ખોલવામાં આવતાં  ડેમના પટમાં અવરજવર ન કરવાં માટે સુચના આપવામાં આવી હતી. 

આજે 6  જિલ્લામાં 'યલો એલર્ટ' 

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના 6  જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 

હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ' 

નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.

ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદ

ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget