શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, આ રહ્યાં લેટેસ્ટ વરસાદના આંકડા
સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 15 ઈંચ, દ્વારકામાં 11 ઈંચ અને રાણાવાવમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં ભારેથી લઈ હળવો વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 15 ઈંચ, દ્વારકામાં 11 ઈંચ અને રાણાવાવમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 5 તાલુકાઓમાં 10થી 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.
ખંભાળીયા - 19.1 ઈંચ
કલ્યાણપુર - 13.9 ઈંચ
દ્વારકા - 10.7 ઈંચ
રાણાવાવ - 10.6 ઈંચ
પોરબંદર - 10.5 ઈંચ
કુતિયાણા - 8.2 ઈંચ
વિસાવદર - 7.9 ઈંચ
મેંદરડા - 7.6 ઈંચ
કેશોદ - 7.0 ઈંચ
સૂત્રાપાડા - 7.0 ઈંચ
ભાણવડ - 7 ઈંચ
ટંકારા - 6.28 ઈંચ
માણાવદર - 6.24 ઈંચ
વંથલી - 5 ઈંચ
ભેસાણ - 5 ઈંચ
જામજોધપુર - 4.6 ઈંચ
પારડી - 4.6 ઈંચ
જૂનાગઢ - 4.5 ઈંચ
જૂનાગઢ સીટી - 4.5 ઈંચ
ચિખલી - 4.3 ઈંચ
તાલાલા - 4.6 ઈંચ
વાપી - 4.2 ઈંચ
જલાલપોર - 4 ઈંચ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement