શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, કયા કયા જિલ્લાઓમાં પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ? જાણો
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પાછોતરા વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
ગાંધીનગર: રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પાછોતરા વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
આજે ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢ-પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ, અમદાવાદ, ખેડા, વડોદરા,નવસારી, સુરત, ભરૂચમાં મધ્યમથી તો દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સોમવારે ભાવનગર-અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા-પોરબંદર- રાજકોટ- બોટાદ-કચ્છ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેવી સંભાવના છે.
આ પહેલા શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછોતરા વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર, તલ, મકાઈ, કઠોળ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અંજારમાં સૌથી વધારે 3 ઈંચ તો બારડોલી અને ગાંધીધામમાં અઢી ઈંચ વરસાદથી ખેતીને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement