Gujarat Rain: રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભાવનગર, નર્મદા, વલસાડ, સુરત, અને ડાંગમાં વરસાદ પડી શકે છે.
ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભાવનગર, નર્મદા, વલસાડ, સુરત, અને ડાંગમાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન પહોંચી છે. ત્યા ફરી એક વખત રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. અમૂક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 10 જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 9મી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે મંગળવારે છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે.
આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધી શકે છે. જેનાથી ગરમી વધશે અને ઠંડી ઘટશે. આવતી કાલથી વાતાવરણ સૂકું રહેશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ પડશે
દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરમિયાન તમિલનાડુ અને કેરળમાં આગામી એક દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
તમિલનાડુમાં 9 અને 10 જાન્યુઆરીએ દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદ અને ઉત્તર ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે. દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. 10 જાન્યુઆરી બાદ ગાઢ ધુમ્મસમાંથી રાહત મળવાની શક્યતા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial