શોધખોળ કરો

રાજ્યના 145 તાલુકામાં પડયો વરસાદ, સૌથી વધુ સુત્રાપાડામાં 4 ઈંચ

રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 145 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો છે.

ગાંધીનગર : રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 145 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા છાયા ચોકી રોડ, સુદામા ચોક અને SVP રોડ પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં સાર્વત્રિક 1 થી 6 ઇંચ વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્ત્તારમાં પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે મગફળી અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને ફાયદો થશે. કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારો જેવા કે નાવદ્રા, હર્ષદ, લાંબા, ભોગાત સહિતના ગામોમાં પણ 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર , બાંકોડી, ચૂર, સૂર્યાવદર ટંકારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નસવાડી, તણખલા, ગઢ બોરીયાદ, આમરોલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ક્વાંટ,પાનવડ,નાંખલ પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા કપાસ,સોયાબીન,તુવેરના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

Embed widget