શોધખોળ કરો
Advertisement
રાજયમાં 4 વાગ્યા સુધીમાં 45 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં પોણા છ ઈંચ
રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. વલસાડમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વલસાડ શહેરમાં 4 કલાકમા 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના પારડી, કપરાડા, વાપી અને ધરમપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ માહોલ જામ્યો છે.
ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વલસાડની ઔરંગા નદીમાં નવા નીરની આવક થઈ છે. ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીની આવક થઈ છે. વરસાદના કારણે જિલ્લાની નદીઓ અને નહેરોમાં નવા નીરની આવક થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion