શોધખોળ કરો
Advertisement
રાજ્યના 91 તાલુકામાં મેઘમહેર, અમરેલીના ખાંભામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
આજે રાજ્યના 91 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સૌથી વધુ અમરેલીના ખાંભામાં ચાર વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રવિવારે હળવાથી ભારે ઝાપટાંને લઈને અલગ-અલગ જગ્યાએ અડધોથી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે રાજ્યના 91 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સૌથી વધુ અમરેલીના ખાંભામાં ચાર વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. ધુનાવાળી નદી ગાંડીતુર બનતા ગામમાં પાણી ધુસ્યા છે. ખોડિયાર મંદિરમાં પૂરના પાણી ઘુસ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલાનો ઘાતરવડી-1 ડેમ ઓવરફ્લો થવામાં સાત ફૂટ બાકી છે.
આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બે સિસ્ટકમ સક્રિય થતા રાજયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા,પોરબંદરમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion