શોધખોળ કરો

Gujrat Rain: ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો 

વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  જિલ્લામાં કેટલાક સ્થળોએ અમીછાંટણા થયા છે.  વઘઈ અને આહવામાં વરસાદના કારણે  બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. 

ડાંગ:  હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને પ્રવેશદ્વાર વઘઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  જિલ્લામાં કેટલાક સ્થળોએ અમીછાંટણા થયા છે.  વઘઈ અને આહવામાં વરસાદના કારણે  બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. 

આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટુ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  હળવા ઝાપટાના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  લાંબા સમય બાદ આહવા અને વઘઇના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.   મેઘરાજાએ એન્ટ્રી કરી હોવાથી હવે આગામી દિવસોમાં મેઘ મહેર થશે તેવી સંભાવના છે.  

રાજકોટ શહેરમાં વરસાદ 

રાજકોટ શહેરના કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.  રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  

સુરત શહેરમાં વરસાદ

સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું છે.  શહેરના વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.  ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

નૈઋત્યનું ચોમાસું  વલસાડ, નવસારી સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય છે. 15 થી 19 જૂન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  15 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં  આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ગાંધીનગર અને અમદાવાદમાં  41 ડિગ્રી તાપમાન રહેશે. હજુ સુધી ચોમાસુ વલસાડ નવસારી સુધી પોહચ્યું છે. 

આજે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી કરવામાં આવી છે.  

15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં  વરસાદની આગાહી કરાઈ છે.  

17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  

18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.   

19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.  

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

Embed widget