શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન, દીવ, ગીર સોમનાથમાં વરસાદ
દીવ તથા આસપાસના વિસ્તારમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. દીવ ઉપરાંત ઘોઘલા, વણાંકબારા, દીવના કિલ્લા સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું હતું.
અમરેલી: અમરેલીના જાફરાબાદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ તથા ગ્રામ્ય વિસ્તારોના કોવાયા, ભાકોદર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ પંથકમાં વરસાદથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક ફાયદો થશે.
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરામ બાદ મેઘરાજાનું આગમન થયુ છે. વેરાવળના ભટોળી, કાડોદ્રી, માથાશુરી અને આસપાસના ગામડાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
દીવ તથા આસપાસના વિસ્તારમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. દીવ ઉપરાંત ઘોઘલા, વણાંકબારા, દીવના કિલ્લા સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદી ઝાપટાને કારણે લોકોને અસહ્ય બફારાથી રાહત મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion