શોધખોળ કરો

મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ, સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વહેલી સવારે જિલ્લા મથક લુણાવાડામાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ કડાણા તાલુકામાં ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારોના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

મહિસાગર: મહિસાગર જિલ્લામાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારે જિલ્લા મથક લુણાવાડામાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ કડાણા તાલુકામાં ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારોના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સંતરામપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વરસાદ વરસતા ખેતીના પાકોને ફાયદો થશે. 

છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિસાગર જિલ્લામા સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.  પ્રારંભિક સારો વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કરી દીધું હતું, પરંતુ પાછળથી વરસાદ ખેંચાતા ખેડૂતની હાલત કફોડી બની હતી. તેવામાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને જોતા સારો વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે.  

દાહોદ જિલ્લામાં ભારે વરસાદ

દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.નદી, નાળા, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવા નીરોની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેલા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. મામલતદાર કચેરીની અંદર પાણી ભરાઈ ગયા તેમજ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાતાં મીની તળાવ બની ગયું હતું. 

દાહોદ જિલ્લાના ડેમોમાં પણ પાણીની સપાટી વધી છે. જિલ્લાના ત્રણ ડેમો ઓવરફ્લો થયા છે. વાંકલેશ્વર ડેમ, માછળનાળા ડેમ અને ઉમરિયા ડેમની જળ સપાટી વધવા લાગી છે.  ઝાલોદ તાલુકામાં આવેલા માછળનાળા ડેમમાં વરસાદી પાણી આવતા સપાટી પણ 275.90 મીટરને સ્પર્શી ગઈ છે. જેને પગલે આ ડેમની આસપાસ આવેલ ચિત્રોડીયા, ધાવડિયા, મહુડી, મુનખોસલા, માંડલી ખુંટા, થેરકા, ભાણપુર, ખરસાણા, મેલનીયા, વરોડ અને નાનસલાઈ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 

ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. 

અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. 

ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget