સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.
રાજકોટ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.માત્ર તૈયાર થવાને આરે આવેલા પાકો જ નહી નવરાત્રીમાં વાઢીને ખળામાં પાથરેલ પાકો પણ પલળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલીના સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે. વરસાદ પડતા તૈયાર થયેલા પાકોમાં જીવાત પડી, ખેડૂતોની સરકાર પાસે મદદની માગ કરી છે.
છુટોછવાયો વરસાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ પડતા વરસાદને કારણે ઘણા પાક નિષ્ફળ ગયા છે. જેને લઈને ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે. મગફળીમાં ખૂબ જ નુકશાન થયું છે. પાથરા પર કમોસમી વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સૂકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને તાડપતરીઓ શોધવામાટે દોડધામ કરવી પડી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે.
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી, ધરતીપુત્રોની વધી ચિંતા
રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. આજે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદ પડતા ખેતરો જવાના ગાડા માર્ગ અને ગામના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
મહિસાગર જિલ્લામાં સાર્વર્ત્રિક વરસાદ
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ,બાલાસિનોર તાલુકામાં એક ઇંચ વરસાદ,લુણાવાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વીરપુર,ખાનપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદ છે. જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેતીને નુકસાન થ
- ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા
- અંકલેશ્વર 2 ઇંચ
- ઝઘડિયા 1 ઈંચ
- નેત્રંગ 2 ઇંચ
- ભરૂચ 1.5 ઇંચ
- વાલિયા 1 ઇંચ