શોધખોળ કરો

લોકોને ગરમીથી મળશે રાહત, રાજ્યના આ વિસ્તારમાં વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેથી હવે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના છે. રાજ્યમાં શરૂ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.  25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેથી હવે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના છે. રાજ્યમાં શરૂ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.  25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો

બનાસકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં પલટો આવતા બાજરી, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બિહારમાં વીજળી પડવાના કારણે 33 લોકોના મોત
પટનાઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ જેવા જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રેલવે ટ્રેક અને માર્ગ પર વીજળીના થાંભલા તેમજ વૃક્ષો તૂટી જતા ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ-પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી.  ઉત્તર ભારતના અનેક સ્થળોએ પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને તોફાનની શક્યતા છે. જેથી ઉત્તર ભારતના વાતાવરણમાં પણ ભેજ અને ઠંડકનો અનુભવ થશે. સાથે જ આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યો સાથે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં તેજ હવા ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહની શરૂઆતમાં કેરળમાંથી દક્ષિણ-પશ્વિમનું ચોમાસું બેસશે અને એ સમયે ઉત્તર ભારતનું વાતાવરણ પણ બદલાશે એટલે દેશભરમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને ગરમીમાં રાહત મળશે.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget