શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના સોનગઢમાં સાડા ત્રણ ઈંચ
સવારના 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં રાજ્યના 67 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના સોનગઢમાં નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે સવારથી જ કેટલાક જિલ્લા અને તાલુકામાં મેધમહેર છે. આજે સવારના 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં રાજ્યના 67 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના સોનગઢમાં નોંધાયો છે. સોનગઢમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા,લાઠી અને રાજુલામાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલામાં 3.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તાપીના વ્યારામાં 2.8 ઈંચ વરસાદ અને સુરતના માંડવીમાં 1.9 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં 1.8 ઈંચ, અરવલ્લીના મેઘરજ 1.4 ઈંચ અને અમરેલીના રાજુલામાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. મહુવા તાલુકાના ખારી ,ગળથર બગદાણા ,મોણપર, તલગાજરડામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દમણ દાદરા નગર હવેલી તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion