શોધખોળ કરો

Gujarat Rain:હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં 5 દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ  વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં અત્યારસુધી 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.  

મોરબીના હબીબ મોવર સોલ્ટ વર્કસ નામના કારખાનામાં વીજળી પડવાની ઘટના બની છે. રોહિત પાટડીયા નામના કિશોરનું મોત નીપજ્યું છે. રમેશ નામનો યુવાન  ઈજાગ્રસ્ત થયો છે. અરવલ્લીના હેલોદર ગામમાં વીજ કરંટ લાગતાં ખેડુતનું  મોત થયું છે. ખેતરમાં પાણીના સિંચાઈ માટે મોટર ચાલુ કરવા જતાં લાગ્યો હતો વીજ કરંટ.  મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલાયો છે.  પરિવારમાં શોકનો માહોલ છે. 

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 105.56 ટકા  વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં 160.67 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં 115 ટકા વરસાદ વરસ્યો છે. 

કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા

ગુજરાત વિધાનસભા મિશન 2022 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

કેજરીવાલના બે દિવસના કાર્યક્રમ

આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 

અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો

Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત  કર્યો વિશ્વાસ

ABP Premium

વિડિઓઝ

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર્વ પર  ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યુંBig Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત  કર્યો વિશ્વાસ
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત કર્યો વિશ્વાસ
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?

Mahakumbh 2025: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યો મહાકુંભનો કિસ્સો, કહ્યું- તે ક્ષણ મારા માટે....

ICC વ્હાઇટ બોલ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન

Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?

Embed widget