શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું- 'દારૂબંધી સદંતર નિષ્ફળ રહેતા યુવા પેઢી થઈ રહી છે બરબાદ'
રાજ્યમાં દારૂબંધીને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ફરી CM રૂપાણી પર નિશાન સાધ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં દારૂબંધીને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ફરી CM રૂપાણી પર નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે દારૂબંધી ગુજરાતમાં સદંતર નિષ્ફળ છે અને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે.
આ અગાઉ પણ અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધી માત્ર નામની છે ત્યાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદનને લઇને ઘણો વિવાદ થયો હતો. આમ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાનો દાવો માત્ર કાગળ પર જ હોય તેવું વારંવાર સામે આવ્યું છે. રાજ્યભરમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા નવા-નવા નુસખા અપવાના કિસ્સા પણ સામે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement