શોધખોળ કરો

રાજસ્થાનમાં થયેલી ગોગામેડીની હત્યાના પડઘા ગુજરાતમાં, સુરત, રાજકોટ સહિત ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન

રાજસ્થાનના જયુપરમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેમના ઘરમાં ઘુસીને ફાયરિંગ કર્યુ હતું. ઘટનાના લઇને દેશભરમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની  સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ દેશભરમાં કરણી સેના વિરોઘ પ્રદર્શન  કરી રહી છે. તેના પડઘા ગુજરાત સુધી પડ્યાં છેય

રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની  જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યાની ઘટના બાદ જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજસ્થાનમાં તેમના સમર્થકો રોડ પર ઉતર્યાં છે અને હત્યારાને કડડમાં કડક સજાને માંગણી કરવામાં આવી રહી  છે. રાષ્ટ્રીય કરણી સેનાએ આજે હત્યાના વિરોધમાં સમગ્ર રાજસ્થાન બંધનું એલાન કર્યું છે. રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડધા ગુજરાત સુધી પડ્યાં છે. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે.  તો બીજી તરફ રાજકોટમાં પણ  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે લડાયક મૂડમાં છે. રાજકોટના  કરણી સેનાના અધ્યક્ષ આશાબા વાઘેલાએ કહ્યં કે, સુખદેવ સિંહની જિંદગી ખતરામાં હતા તેઓ જાણતા હતા અને તેમણે પ્રોટેકશન પણ માગ્યું હતું પરંતુ પોલીસે પ્રોટેકશન ન આપ્યું, રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે. 

ક્ષત્રિય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યાં છે. આજે દાંતીવાડાનું પાંથાવાડા  સજ્જડ બંધ રહ્યું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ઘટનાનો  વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના સમર્થકોએ હત્યારાને  તાત્કાલિક  કડક સજા મળે અને પરિવારના ન્યાય મળે તેવી માંગણી કરી છે.                                 

રાજસ્થાનમાં સુખદેવ સિંહ ગોગામેડીને મંગળવારે બપોરે જયપુરમાં બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા  પરંતુ તેમનું  મોત થઈ ગયું. ફાયરિંગ દરમિયાન ગોગામેડીના ગનમેન સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. બંદૂકધારી સહિત બે ઘાયલોને સવાઈમાન સિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક હુમલાખોરનું ક્રોસ ફાયરિંગમાં  મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget