શોધખોળ કરો

108ના તઘલઘી નિર્ણય સામે માનવવધનો ગુનો નોંધો, જાણો ક્યા ધારાસભ્યએ હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખીને આ માગ કરી

ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. 

અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારી સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 108 અંગેના તઘલઘી નિર્ણય લાદનાર સામે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખીને માનવવધનો ગુનો નોંધવા આદેશ કરવાની માગ કરી છે. ગ્યાસુદ્દીન શેખે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમદાવાદનો હવાલો ધરાવતા અધિકારીએ હાઈકોર્ટના આદેશને પણ માન્યો નથી. અધિકારી માત્ર આંકડાની માયાજાળ રચી સરકારનું સારૂ દેખાડવા મહેનત કરે છે. અમદાવાદનો હવાલો ધરાવતા અધિકારીઓ ગાંધીનગરના અધિકારીના ઈશારે રમત ચાલી રહી છે. એટલુ જ નહી ગ્યાસુદ્દીન શેખે તો એવા પણ સવાલો ઉઠાવ્યા કે માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ કેમ 108ની લાઈનો લાગે છે. એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ કે શારદાબેન હોસ્પિટલમાં કેમ 108 એમ્બ્યુલન્સની લાઈન નથી લાગતી.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461  પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1,   દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5619,  સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58,   દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Embed widget