12 દેશમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત, જાણો વધુ વિગતો
કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આ અંગે આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ હતું કે વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવશે.
ગાંધીનગર: કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આ અંગે આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ હતું કે વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવશે. 12 દેશોમાંથી આવતા લોકોનું કોરોના ટેસ્ટિંગ ફરજિયાત થશે. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્યની ટિમ તૈનાત રહેશે. RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવશે. નેગેટિવ રિપોર્ટ આવશે તે જ લોકો એરપોર્ટની બહાર જઈ શકશે. 72 કલાકની અંદરનો નેગેટિવ રિપોર્ટ આવવો જરૂરી છે. 30 મિનિટમાં રિપોર્ટ આવી જાય તે માટે એંટીજન RT-PCR કરાવવામાં આવશે. જે વ્યક્તિ પોઝિટિવ આવશે તેને આઇસોલેટ કરવામાં આવશે. એરપોર્ટ ઉપરની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરતમાં પ્રવાસીઓનું આગમન યથાવત છે. દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા છે. એક દિવસમાં વિદેશથી 351 લોકો સુરત આવ્યા છે. જ્યારે શનિવારે વિદેશથી આવેલા 78 લોકોના RT-PCR ટેસ્ટ કરાયા હતા. તમામ 78 લોકોના RT-PCR રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. ઓમિક્રોન સંક્રમિત ક્ષેત્રમાંથી આવતા તમામ માટે RT-PCR ફરજીયાત છે. પોઝિટિવ રિપોર્ટના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. વિદેશથી આવતા લોકો ફરજીયાત 7 દિવસ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. 7 દિવસ કોરોન્ટાઇન બાદ પણ RT-PCR ટેસ્ટ અનિવાર્ય છે.
કોવિડના નવા વેરીએન્ટને લઈ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. તમામ જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગ સમીક્ષા બેઠક કરશે. રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ, ઓક્સિજન સહિતની બાબતો પર સમિક્ષા થશે. આ સમીક્ષા બેઠક પછી નવી કોરોના ગાઇડ લાઇન જાહેર થશે. સંક્રમિત થતા લોકોના સેમ્પલની જીનોમ ચકાસણી સંદર્ભે પણ આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોવિડના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકવા સૂચન અપાશે.
બીજી તરફ, કોવિડ નિયંત્રણો પર સમિક્ષા કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા સાથે બેઠક કરી હતી. કોવિડ નિયંત્રણો સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર થશે. કોવિડ નિયંત્રણો હળવા કરવા સંદર્ભે નિર્ણય લેવાઈ શકે છે. કોવિડના નવા વેરીએન્ટના કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતો પર ભાર મુકાઈ શકે છે. આવતી કાલે 30મી નવેમ્બરના રોજ જૂની ગાઈડનો સમય પૂર્ણ થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વેકસીનેશન સાથે કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. 30 સ્થળોએ એક સાથે વેકસીનેશન અને કોરોના ટેસ્ટ એકસાથે કરવામાં આવશે. વેકસીનેશન વધારવા અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે ડોમ શરૂ કરાયા છે. પ્રથમ વખત એક સાથે કોરોના ટેસ્ટિંગ અને વેકસીનેશન એક જ ડોમમાં કરાશે.