શોધખોળ કરો

ધોરણ-12ના પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું....

કોરોનાના કહેરને લઈ સીબીએસઈ સહિત મોટાભાગના રાજ્યોએ બોર્ડની પરીક્ષા રદ્દ કરી નાંખી છે.

રાજ્ય સરકારે ધોરણ 12ના પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આવા વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના ૧૫ દિવસમાં રિઝલ્ટ જમા કરી દેવાનું રહેશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જો પરિણામથી અસંતુષ્ટ ન હોય તો પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

કોરોનાને લઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન અને ગુણાંકન પદ્ધતિ અનુસાર તૈયાર કરવામાં આવી રહી છે માર્કશીટ. એવામાં જો કોઈ વિદ્યાર્થી આ પરિણામથી અસંતુષ્ટ ન હોય તો તેણે પરિણામ જાહેર થયાના 15 દિવસમાં જ પોતાની માર્કશીટ ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરીમાં જમા કરાવવાની રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ આગામી સમયમાં પરીક્ષા યોજશે. આ પરીક્ષા અંગેનો કાર્યક્રમ થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે.

કોરોનાના કહેરને લઈ સીબીએસઈ સહિત મોટાભાગના રાજ્યોએ બોર્ડની પરીક્ષા રદ્દ કરી નાંખી છે. ગુજરાત સરકારે પણ સરકારે કોરોનાને લીધે ધો.10 અને 12ની પરીક્ષાઓ તો રદ કરી નાખી છે પરંતુ ધો.10માં જે રીતે માસ પ્રમોશનની જાહેરાત કરાઈ હતી તે રીતે ધો.12 માટે કરાઈ નથી. સરકારે શિફતપૂર્વક ધો.12 માટે માત્ર પરીક્ષા રદની જાહેરાત કરી છે અને શનિવારે જાહેર કરાયેલા વિગતવાર નિયમોમાં પણ માસ પ્રમોશનનો ઉલ્લેખ કર્યો નથી. ધો.12મા વિદ્યાર્થીએ પાસ થવા વિદ્યાર્થીએ ધો.10,11 અને 12 એમ ત્રણેય વર્ષના મળીને સંયુક્ત રીતે વિષયદીઠ 33 ગુણ લાવવાના રહેશે.

આંકડાની માયાજાળ

સરકારે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી સીધા જ ધો.12માંથી નીકળી જાય તે માટે આંકડાની માયજાળ રમતા ધો.10માં 50 ટકા ગુણભાર રાખ્યો છે પરંતુ ધો.12 માટે ધો.10ના વિષયદીઠ 71.43 ટકા ગુણ લેવાનું નક્કી કર્યુ છે.જેથી ધો.10માં જે વિદ્યાર્થીઓ નબળા રહયા હશે અને બોર્ડ પરીક્ષામાં  50 માર્કસ લાવ્યા હશે કે ઓવરઓલ 55થી60 ટકા હશે તે વિદ્યાર્થી ધો.11-12 વગર સીધો જ પાસ થઈ જશે.

વિષયદીઠ જુથ ફોર્મ્યુલા

ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની સરકારે પરીક્ષા રદ કર્યા બાદ  પરિણામ નક્કી કરવા માટે તૈયાર કરાયેલી વિષયદીઠ જુથ મુજબની ફોર્મ્યુલા જાહેર કરી છે.જેમાં ધો.12 સાયન્સ માટે અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વ્યવસાયલક્ષીપ્રવાહ માટે ધો.10ના કયા કયા વિષયો ગણવાના રહેશે તેનું કોષ્ટ તૈયાર કરી જાહેર કરવામા આવ્યુ છે.  જે મુજબ ધો.12 સાયન્સના બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ એમ ચારેય મુખ્ય વિષયોનું પરિણામ ધો.10ના ગણિત-વિજ્ઞાાનથી તૈયાર થશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ માટે ધો.10ના અંગ્રેજી, ગણિત, વિજ્ઞાાન અને અગ્રેજી એમ મુખ્ય ચાર વિષયોથી  પરિણામ તૈયાર થશે.

એકંદરે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને મેરિટથી સારી કોલેજમાં સારી બ્રાંચમાં પ્રવેશ માટે મોટું નુકશાન થશે. ધો.12 માટે સરકારે માસ પ્રમોશનની જાહેરાત કરી નથી પરતુ બહુ જ હોંશિયારી પૂર્વક ગણતરી કરીને ફોર્મ્યુલા બનાવતા પાછલા બારણે સીધા જ વિદ્યાર્થીઓને ધો.12માં પાસ કરી દેવામા આવશે. જે મુજબ ધો.10ના 50 ગુણભાર નક્કી કરાયા છે પરંતુ બોર્ડ પરીક્ષાના 70 માર્કસમાંથી મેળવેલ ગુણના 71.43 ટકા નક્કી કરાતા જે વિદ્યાર્થીને ધો.10મા ઈન્ટરલના 30 માર્કસ બાદ કરતા બોર્ડના 70માંથી 50 માર્કસ હશે તેને સીધા 35થી વધુ માર્કસ મળી જશે અને જે સીધો જ ધો.11-12ની પરીક્ષાના માર્કસ વગર જ ધો.12મા પાસ થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget