Gir somnath: તાલાલાના ઘુંસિયા ગામમાં સરપંચ, ઉપસરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આરોપ
ગીર સોમનાથના તાલાલા તાલુકાનું ઘુંસિયા ગામમાં જ્યાં સરપંચ, ઉપસરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે.
ગીર સોમનાથ: ગીર સોમનાથના તાલાલા તાલુકાનું ઘુંસિયા ગામમાં જ્યાં સરપંચ, ઉપસરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ઘુંસિયા ગ્રામ પંચાયતના જ સભ્ય મેહુલ બારડે આ આરોપ લગાવ્યા છે. મેહુલ બારડના મતે 5 લાખના ખર્ચે ગામમાં પાણીની પાઈપલાઈન નખાઈ જેમાં નબળું કામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એક ગ્રામજનના મતે બાંધકામની રજાચિઠ્ઠી કાઢવા સરપંચ ઉપસરપંચ અને તલાટીએ 6 હજાર રુપિયાની લાંચ લીધી છે. જેમના પૈસા તેણે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ સમગ્ર પુરાવા સાથે ACBમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
બીજી તરફ મહિલા ઉપસરપંચના પ્રતિનિધિનું કહેવું છે કે તેમના ગામ ઘુંસિયામાં દૂધની ડેરી છે. ફરિયાદીના દૂધના બે મહિનાના પૈસા બાકી હતા. આ પૈસા તેમણે ઓનલાઈન લીધા છે. પૈસાની તેમણે કોઈ લાંચ નથી લીધી. ભ્રષ્ટ્રાચારના જે આરોપ લાગ્યા છે તેમાં તાલાલા તાલુકા પંચાયતના TDOનું કહેવું છે કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ તંત્રએ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં એએમસીએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા હતા. જ્યારે 149 દર્દીઓ સાજા થયાં હતા. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.
અમદાવાદ જિલ્લામાં 115, મોરબીમાં 27, સુરત જિલ્લામાં 31, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ જિલ્લામાં 25, ગાંધીનગર જિલ્લામાં 22, અમરેલીમાં 12, બનાસકાંઠા, ભરૂચમાં 6-6 કેસ, મહેસાણામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છ અને પોરબંદરમાં બે-બે કેસ, આણંદ, ભાવનગર, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કેસ નોંધાયો હતો.