શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની પુત્રવધૂ દ્વારા ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 14 ધનિક મહિલા પકડાઈ, જાણો વિગત

જામનગર શહેરના હાથી કોલોની શેરી નંબર 1માં ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતી અને ચંદ્રેશભાઈ પટેલની પુત્રવધૂ દિવ્યાબેન હીતેશભાઈ પટેલ બહારથી મહિલાઓને બોલાવીને નાલ ઉઘરાવીને જૂગારનો અડ્ડા ચલાવતી હોવાની એલસીબીને બાતમી મળી હતી.

જામનગરઃ સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની પુત્રવધૂ દ્વારા ચલાવાતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે 14 માલેતુજાર મહિલાઓને ઝડપી લીધી છે. જામનગરના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા ચંદ્રેશ પટેલનાં પુત્રવધુ દિવ્યાબેન દ્વારા સંચાલિત જૂગારધામ પર એલસીબીએ દરોડો પાડીને દિવ્યાબેન સહિત 14 મહિલાઓને ઝડપીને રોકડા રૂપિયા 57 હજાર મળીને રૂપિયા 1.77 લાખ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના હાથી કોલોની શેરી નંબર 1માં ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતી અને ચંદ્રેશભાઈ પટેલની પુત્રવધુ દિવ્યાબેન હીતેશભાઈ પટેલ બહારથી મહિલાઓને બોલાવીને નાલ ઉઘરાવીને જૂગારનો અડ્ડા ચલાવતી હોવાની એલસીબીને બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને જૂગાર રમતી દિવ્યાબેન તેમજ નિતાબેન ભરતભાઈ જોષી (રે.પ્રતાપેશ્વર મહાદેવ મંદીર સામે), મોતીબેન દયાળભાઈ પટેલ (રે.ઈન્કમ ટેક્સ ઓફીસ પાછળ, બ્રાહ્મણનો ડેલો), કારીબેન માલદેભાઈ ચાવડા (રે.ગોકુલનગર શ્યામશેરીનં-૩), ડીમ્પલબેન કપીલભાઈ ગઢીયા (રે.આણંદાબાવાનો ચકલો, લાલા મહેતાની શેરીની બાજુમાં), મનહરબા પ્રવિણસિંહ વાળા (રે.રામેશ્વરનગર, વિનાયક પાર્ક શેરીનં-૪), પુષ્પાબેન મનીષભાઈ ચાવડા (રે.નાગરચકલો લાલા મહેતાની શેરી), જયદીપાબેન વિજયભાઈ ગોસ્વામી (રે.સરદારનગર શેરીનં-૭, સાંઢીયાપુલ પાસે), પ્રિયાબેન જગદીશભાઈ રાબા (રે.રાજપાર્ક સાંઈબાબાના મદીર પાસે), લક્ષ્મીબેન વિક્રમશીભાઈ વોરા (રે.મહાલક્ષ્મીચોક સ્કુલની બાજુમા), સતીબેન રણમલભાઈ જાડેજા (રે.ગોકુલનગર જકાતનાકા પાસે), પ્રવિણાબેન ભરતભાઈ ચંદારાણા (રે.સીક્કા હાઉસીંગ બોર્ડ), વિજયાબા ચંદ્રસિંહ જાડેજા (રે.ખોડીયાર કોલોની, ૮૦ ફુટ રોડ), અંજુબેન કલ્પેશભાઈ ગોહીલ (રે.ક્રિષ્નાચોક યાદવનગર વુલનમીલ રોડ)ને ઝડપી લીધી હતી. સાંજ પડી ગઈ હોવાથી મહિલાઓની ધરપકડ ન કરી નોટીસ આપીને છોડી મુકાઈ હતી. પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલને પુત્રવધુ દિવ્યાબેન સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. દિવ્યાબેને પોલીસમાં અરજી પણ કરી છે અને હાલ છુટાછેડા અંગેનો કોર્ટમાં કેસ પણ ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાંModasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Embed widget