શોધખોળ કરો

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્રના કયા શહેરમાં વેપારીઓએ લીધો વીકેન્ડ લોકડાઉનનો નિર્ણય?

કોરોના સંક્રમણને પગલે જામનગરની ગ્રેઇન માર્કેટ વધુ એક સપ્તાહ માટે આંશિક બંધ રહેશે. વધતા કોરોના સંક્રમણને પગલે વેપારીઓેએ સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. ગ્રેઇન માર્કેટમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. સોમથી શુક્રવાર આંશિક જ્યારે શનિવાર અને રવિવાર માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે.

જામનગરઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અનેક શહેર-ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને પગલે જામનગરની ગ્રેઇન માર્કેટ વધુ એક સપ્તાહ માટે આંશિક બંધ રહેશે. 

વધતા કોરોના સંક્રમણને પગલે વેપારીઓેએ સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. ગ્રેઇન માર્કેટમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. સોમથી શુક્રવાર આંશિક જ્યારે શનિવાર અને રવિવાર માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે. ધી સિડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ની મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો છે. આગામી એક સપ્તાહમાં 5 દિવસ આંશિક જયારે 2 દિવસ શનિવાર અને રવિવાર ફૂલ લોકડાઉન રહેશે.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309,  વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439,  ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397,  જામનગર કોર્પોરેશન- 393, સુરત 347,  જામનગર-319,  બનાસકાંઠા 199,  કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159,  ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155,  જૂનાગઢ કોર્પોરેશન 148,  સાબરકાંઠા 141, ભાવનગર 140,  જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127,  વલસાડ 125,  ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49,  પોરબંદર 44,  ડાંગ 26 અને બોટાદ 14  સાથે કુલ 12820 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Embed widget