શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે, 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર હતા
હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે. આ અગાઉ રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે.
ગાંધીનગર: હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે. આ અગાઉ રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર રહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે.
શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. પીએમ સાથેની મુલાકાત બાદ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. 2017માં કૉંગ્રેસે યુવા ચહેરોને તક આપી તમામને ચોંકાવી દિધા હતા.
મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર આઇઆઇએમમાં પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુક્યા છે. જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી હતી.
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે ઉમિયાધામ સિદસરના ચેરમેને આપ્યું મોટુ નિવેદન
હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધામ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. જેરામભાઈ વાંસજાળીયા કહ્યું કે, પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષમાં નથી મળ્યું. 2022ની ચૂંટણી પહેલા કડવા પાટીદારોના સામાજિક અગ્રણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં મળતું નથી.
બીજી તરફ ભરત ડાંગરે પણ હાર્દિક પટેલ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિક સીઆર પાટીલ અને નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે. સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. 2 જૂને બપોરે 12 વાગ્યે તેમના સમર્થકો સાથે કેસરિયા ધારણ કરશે. આ અગાઉ આદિવાસી અને ઓબીસી નેતાઓ પણ જોડાયા હતા.