શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયું છે. દરિયાના ઉંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આજે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો નાખેડવા સાવચેત કરવામાં આવ્યા છે. સમુદ્રના મોજામાં હાલમાં કરન્ટ જોવા મળી રહ્યો છે. આગામી 48 કલાક દરિયા કાંઠા વિસ્તાર 40 થી 60 ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ ઉપરાંત વલસાડનો તિથલનો દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. કલેકટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં તિથલના દરિયાકિનારે પોલીસે પહેરો વઘારી દીધો છે. સહેલાણીઓને દરિયાથી દૂર રાખવા પોલીસ તૈનાત કરાઈ છે.

તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોનગઢના બજાર વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. રાત્રીના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. પાનવાડી, મુસા સહિત શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

Embed widget