Voter List SIR Update: 4 ડિસેમ્બર સુધી SIR ફોર્મ નહીં ભરાય તો શું થશે? જાણો તમારું નામ ક્યારે અને કેવી રીતે ઉમેરાશે
SIR form last date: ગભરાવાની જરૂર નથી, ચૂંટણી પંચે આપી મોટી રાહત, ફોર્મ ભરવાનું બાકી હોય તો હવે તમારી પાસે છે આ બીજો વિકલ્પ.

Voter List SIR Update: મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમની છેલ્લી તારીખ 4 December નજીક આવી રહી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે જો તેઓ આ તારીખ સુધીમાં SIR ફોર્મ ભરવાનું ચૂકી જશે તો શું તેમનું નામ કાયમી ધોરણે રદ થઈ જશે? આ અંગે ચૂંટણી પંચે મહત્વની સ્પષ્ટતા કરી છે. પંચના જણાવ્યા મુજબ, જો તમે નિયત તારીખ સુધીમાં ફોર્મ નથી ભર્યું, તો પણ ચિંતાનું કોઈ કારણ નથી અને તેના માટે કોઈ દંડ પણ નથી. નાગરિકો પાસે January 2026 સુધી ચાલનારા 'દાવા અને વાંધા' (Claims and Objections) ના સમયગાળા દરમિયાન નામ ઉમેરાવવાની તક રહેશે.
4 ડિસેમ્બર પછી શું? (ચિંતા મુક્ત રહો)
લાખો મતદારોએ હજુ સુધી SIR ગણતરી ફોર્મ ભર્યું નથી, જેના કારણે તેમનામાં ફફડાટ છે. જોકે, વાસ્તવિકતા એ છે કે 4 December ની ડેડલાઇન વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. જો કોઈ કારણસર તમે અથવા BLO (બૂથ લેવલ ઓફિસર) આ સમયગાળામાં ફોર્મ સબમિટ નથી કરી શક્યા, તો તમારી સામે કોઈ કાનૂની કાર્યવાહી કે આર્થિક દંડ (Penalty) લાગશે નહીં. ચૂંટણી પંચે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી.
9 ડિસેમ્બરે જાહેર થશે ડ્રાફ્ટ યાદી
આગામી 9 December ના રોજ ચૂંટણી પંચ દ્વારા 'ડ્રાફ્ટ મતદાર યાદી' પ્રસિદ્ધ કરવામાં આવશે. તમારે સૌથી પહેલા આ યાદીમાં તમારું નામ ચેક કરવું જોઈએ.
જો નામ હોય: તો કોઈ સમસ્યા નથી.
જો નામ ન હોય: તો ગભરાશો નહીં. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ જાન્યુઆરી 2026 સુધી 'દાવા અને વાંધા' સ્વીકારવાનો સમયગાળો શરૂ થશે. આ સમય દરમિયાન તમે તમારી વિગતો ફરીથી સબમિટ કરી શકો છો.
ફરીથી નામ ઉમેરાવવાની પ્રક્રિયા (Form 6)
જો તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાંથી ગાયબ હોય, તો તમે ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ અથવા 'Voter Helpline App' પર જઈને Form 6 ભરી શકો છો. આ ફોર્મ નવા મતદારો અથવા જેમના નામ છૂટી ગયા છે તેમના માટે હોય છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને સરળ છે.
નોટિસ અને વેરિફિકેશન: સાવચેતી જરૂરી
જો તમે જૂના મતદાર છો અને અગાઉની યાદીમાં તમારું નામ હતું, પરંતુ SIR દરમિયાન તમારો સંપર્ક થઈ શક્યો નથી, તો ચૂંટણી નોંધણી અધિકારી (ERO) તમને નોટિસ મોકલી શકે છે.
શું કરવું?: જો તમને નોટિસ મળે, તો તમારે સંબંધિત અધિકારી સમક્ષ હાજર રહીને તમારી યોગ્યતા અને રહેઠાણના પુરાવા રજૂ કરવા પડશે.
જોખમ: જો તમે 9 December પછી પણ સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ જશો અથવા યોગ્યતા સાબિત નહીં કરી શકો, તો જ તમાનું નામ 'અંતિમ મતદાર યાદી' (Final Roll) માંથી કમી કરવામાં આવશે.





















