શોધખોળ કરો
રૂપાણીની સોમનાથ મંદિરની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
![રૂપાણીની સોમનાથ મંદિરની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત Somnath temple security guard found covid-19 positive before CM Rupani visit રૂપાણીની સોમનાથ મંદિરની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/10191742/Rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સોમનાથઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મંદિરે જવાના છે. જોકે, સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવતાં સોમનાથ મહાદેવ મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓના તાબડતોબ કોરોના ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરક્ષાકર્મીને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મહાદેવના દર્શને આવતા કોઈ દર્શનાર્થીઓમાંથી ચેપ લાગ્યાની આશંકા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આજે હેલીકોપ્ટરથી સાંજે સોમનાથ મંદિરે આવશે. તેમજ રાત્રી રોકાણ સોમનાથના વીઆઇપી ગેસ્ટહાઉસમાં કરશે. તેમજ આવતી કાલે સવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)