SSC Result 2025: ધોરણ-10 ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી, 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું...
SSC Result 2025: પરિણામ અંગે વાત કરીએ તો, બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે

SSC Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલી ધોરણ-10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ, આજે જાહેર થયેલા પરિણામમાં ધોરણ 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જોવા મળ્યુ છે. આમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયુ છે. ગુજરાતમાં ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વખતે મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયુ છે. ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ જાહેર થયુ છે.
પરિણામ અંગે વાત કરીએ તો, બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયુ છે, 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યુ છે. આ ઉપરાંત રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે, રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. મહત્વનું છે કે, આ વખતે ધોરણ 10માં ફરી એકવાર વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ધોરણ 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા છે અને ધોરણ 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા જાહેર થયુ છે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર “6357300971” પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.
આ વર્ષે, CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. આ વખતે 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12 ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ સમાપ્ત થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.
નોંધનીય છે કે, બે દિવસ અગાઉ 5 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSEB) ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. આ વખતે વિજ્ઞાનપ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. જ્યારે સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ સાયન્સનું પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા વધુ પરિણામ આવ્યું છે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















