Accident: અમરેલી ધારી હાઇવે પર એસટી બસનો અકસ્માત,15 લોકો ઇજાગ્રસ્ત
અમરેલી ધારી ધારી રોડ પર એસટી બસનો અકસ્માત થતાં 15 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે. ધારીના છતડિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો
Accident: અમરેલી ધારી હાઇવે પર ધારીના છતડિયા પાટિયા પાસે એસટી બસના ડ્રાઇવરે સ્ટરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો,બસ ધોરાજી મહુવા રૂટની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15 લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય જે.વી.કાકડિયા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને તાબડતોબ નજીકની ધારી અને ચલાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા.
બસ ડ્રાઇવર સ્ટયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસ રોડની નીચે ઝાડીમાં ઉતરી ગઇ હતી. બારીના કાચ તૂટી ગયા હતા. અકસ્માત એવી રીતે સર્જોય હતો કે, બસનો દરવાજો બ્લોક થઇ ગયો હતો. પ્રવાસીઓને બસની પાછળની સાઇડથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ગઇકાલે જેતપુર ગુંદાળા ગામ પાસે સ્વીફ્ટ કારે બે બાઈકને અડફેટે લેતા બે બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત બાઈક ચાલકો ને સરકારી હોસ્પિટલ બાદ જૂનાગઢ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયેલ હતા. જો કે સારવાર દરમિયાન હર્ષ પ્રવીણ ભાઈ વઘાસીયા નામના યુવક મોત થયું છે. મૃતક યુવક ફરેણી ગામનો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ પ્રતીક ગજેરા હોવાનું સામે આવ્યું છે. મોતની ઘટનાથી ફરેણી ગામમાં લોકોમાં રોષ છે, અને કાર ચાલકને સજા મળે તેમજ પરિવારને ન્યાય મળે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. મૃતક ખેડૂત દંપતીનો એક જ દિકરો હોવાથી માતા-પિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતકની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ જન્માષ્ટમીના પવિત્ર દિવસે એક ગોજારી ઘટના જેતપુર પંથકમાંથી સામે આવી છે. અહીં મેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી છે. જેતપુરમાં ચકડોળમાં બેઠેલ યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી હતી.
અંજનાબેન ભુપતભાઈ ગોંડલીયા નામની 20 વર્ષીય યુવતીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. યુવતી સસરા પક્ષ સાથે જન્માષ્ટમીનો મેળો માણવા જેતપુર આવી હતી. આ દરમિયાન ચગડોળમાં હાર્ટ એટેક આવતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે,યુવતીને બચાવી શકાય નહોતી. યુવતીના મોતને પગલે બન્ને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે
આ પણ વાંચો
Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ, જાણો કઇ તારીખથી ઉડાન ભરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટસ
G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ
મોરક્કોમાં પ્રચંડ ભૂકંપે સર્જી તબાહી, મત્યુઆંક 2000ને પાર પહોચ્યો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં વિવાદ સપાટી પર, તરલા મેવાડાએ આ કારણે રાજીનામુ આપ્યાની ચર્ચા