(Source: ECI/ABP News/ABP Majha)
ધોરણ 12 સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાથિનીઓએ મારી બાજી, 86.91% પરિણામ જાહેર
ગુજરાત બોર્ડે આજે 12 સામાન્ય ધોરણનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યે gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર થયું. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
ગુજરાત બોર્ડે આજે 12 સામાન્ય ધોરણનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યે gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર થયું. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું રહ્યું.
ગુજરાત બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું.. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ 72. 4 ટકા આવ્યું હતું. છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Delhi : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે કર્મચારીઓની એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે.આ અંગે EPFO ઓફિસે એક આદેશ જાહેર કર્યો છે.
12 માર્ચે સરકારે પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજમાં ઘટાડો કર્યો હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરો 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યા હતા. 1977-78 પછી આ સૌથી નીચો EPF વ્યાજ દર છે, જ્યારે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8 ટકા રાખવામાં આવ્યો હતો. EPFOના લગભગ 6 કરોડ સબસ્ક્રાઇબર્સ છે.
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.