(Source: ECI/ABP News/ABP Majha)
હિંમતનગરમાં રખડતા ઢોરે પાંચ લોકોને લીધા હતા અડફેટે, મહિલાનું મોત
સાબરકાંઠાના હિંમતનગરમાં સાંઢે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે
હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં સાંઢે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. રખડતા ઢોર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગરમાં પાંચ દિવસ પહેલા જ સાંઢે વૃદ્ધા સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન 85 વર્ષીય મહિલાનું મોત થયું છે.
મૃતકનું નામ વિષ્ણુબા છે. ત્યારે સવાલ એ થાય છે કે લોકોને રખડતા ઢોરના આતંકથી ક્યારે મુક્તિ મળશે. લોકોનો પણ આરોપ છે કે પાલિકા પ્રુખના વોર્ડમાં આવેલ ચંદ્રનગર વિસ્તારમાં પણ રખડતા ઢોરનો આતંક છે.
લિવ-ઇન પાટર્નર યુવતીને પાછી મેળવવા યુવકે કરી હેબિયસ કોર્પસ
બનાસકાંઠાના એક યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતાં યુવક યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યો હતો. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી પરાણે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. લિવ-ઇન પાટર્નરને તેના પરિવારજનો લઈ જતાં યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી.
આ હેબિયસ કોર્પસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થતાં યુવતીએ યુવક સાથે જવાની ઇચ્છા દર્શાવી હતી. તેમજ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ દર્શાવી હતી. સુનાવણીના દિવસે જ યુવક 21 વર્ષનો થયો હોવાથી અને બંનેએ લગ્નની ઇચ્છા દર્શાવતા કોર્ટે લગ્ન રજિસ્ટ્રેશન માટે લિગલ સર્વિસ ઓથોરિટને જરૂરી મદદ કરવાનો નિર્દેશ કર્યો હતો.
આમ, ગુજરાત હાઈકોર્ટે યુવકનો તેના લિવ-ઇન પાટર્નર સાથે મિલાપ કરાવ્યો હતો અને બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. નોંધનીય છે કે, યુવક અત્યારે નેવીમાં તાલીમ લઈ રહ્યો છે. બંનેને હાઈકોર્ટના ચુકાદા પછી તરત લગ્ન કરી લીધા હતા.
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર
ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?
Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો