(Source: ECI/ABP News/ABP Majha)
Surat: કોરોના માત્ર 12 દિવસમાં આખા પરિવારને ભરખી ગયો, છેલ્લે મૃત્યુ પામનારા વડીલના અંતિમસંસ્કાર માટે પણ કોઈ ના બચ્યું..........
સુરતના અનાવલ ગામમાં કોરોના ભયંકર કેર વર્તાવ્યો, મહુવા સુગર મિલમાં ઝૉન ઓફિસર તરીકે કામ કરતા જયંતીભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 58) નો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે.
સુરતઃ ગુજરાતમાં કોરોની બીજી લહેરે કેર વર્તાવ્યો છે, આમાં સૌથી વધુ નુકશાન સુરત જિલ્લાને થયુ છે, સુરતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે એક ભયંકર કરુણાંતિકા સામે આવી છે. અહીં આખે આખા પરિવારને કોરોના ભરખી ગયો છે, અહીં અનાવલ ગામમાં કોરોનાએ માત્ર 12 દિવસમાં આખા પરિવારને ભરખી ગયો, કરુણાંતિકા એવી કે છેલ્લે મૃત્યુ પામનારા વડીલના અંતિમ સંસ્કાર માટે પણ કોઇ બચ્યુ ન હતુ.
સુરતના અનાવલ ગામમાં કોરોના ભયંકર કેર વર્તાવ્યો, મહુવા સુગર મિલમાં ઝૉન ઓફિસર તરીકે કામ કરતા જયંતીભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 58) નો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. અહીં પરિવારમાં કોરોના સૌથી પહેલા પત્ની અને ત્યારબાદ યુવાન પુત્રનાને ભરખી ગયો, છેવટે વડીલ પિતાનાને પણ કોરોનએ મોતને ઘાટ ઉતારી દીધા હતા, આ વડીલના અગ્નિસંસ્કાર માટે પરિવારમાં છેલ્લે કોઈ બચ્યું ન હતું. આમ કોરોનાની ઝપેટમાં પરિવારના એક પછી એક કરીને તમામ સભ્યો આવી ગયા હતા.
માહિતી પ્રમાણે, મહુવાના આ પરિવારમાં સૌથી પહેલા જયંતીભાઈનો યુવાન પુત્ર મેહુલને કોરોના થતાં એકાએક શરીરનું ઓક્સિજન લેવલ ઘટી ગયુ અને તેનુ 13મી એપ્રિલે મૃત્યુ થયુ હતુ. બાદમાં મૃતક યુવાનના માતા સીતાબેનને અને પિતા જયંતીભાઈને પણ નવસારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. ખાસ વાત છે કે, જયંતીભાઈ આ મહિનાના અંતમાં જ નિવૃત્ત થવાના હતા અને પુત્ર માટે વહુ શોધવાની પણ તૈયારી ચાલી રહી હતી. આ અંગે તેમના પિતરાઈ ભાઈના પુત્ર હિતેશ કહે છે, આ ઘર તરફ હવે જોવાનું પણ મન થતું નથી. કોરોનાએ લોકોને બેહાલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સુરત સહિત ગુજરાતના દરેક શહેરમાં કોરોનાએ ઘાતક રૂપ લઇ લીધુ છે, અને સંક્રમિતોની સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.