શોધખોળ કરો

Surendranagar : ચક્કર આવતાં માતા બાળકી સાથે નર્મદા કેનાલમાં પડી ગઈ ને પછી....

દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકીની લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકીની લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગેનની વિગતો એવી છે કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. 

અન્ય એક ઘટનામાં, રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.  રાજકોટના વાગુદડ  નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા હતા. જેને બચાવવા માટે રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યું છે. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. પરંતુ  અન્ય 2 યુવાનોના મોત થયા છે. 

 

રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ચાર યુવકો બપોરના સમયે નદીમાં ન્હાવા પડ્યા હતાં.   યુવાનો તણાતા પોલીસ સ્ટાફ, અને સ્થાનિક તરવૈયા બંને યુવકોને શોધવાના પ્રયાસ શરુ કર્યા છે.  તમને જણાવી દઈએ કે રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી છે.

 

બપોરના સમયે આ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે. 

 

ચાર પૈકી મૂળ એમપીના 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તાનું ડૂબી જતા મોત નિપજ્યું છે.   પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget