શોધખોળ કરો

Surendranagar : લીંબડીમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત, સમર્થકો-પરિવાર શોકમાં ગરકાવ

લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યનું કોરોનાથી મોત નિપજ્યું છે.  તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલ વોર્ડ નંબર - ૫ ના  ડાયાભાઇ ખાંદલાનું કોરોનાથી મોત નીપજ્યું છે. 

લીંબડીઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની લહેર ફરી વળી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી છે. મળતી વિગતો પ્રમાણે,  લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યનું કોરોનાથી મોત નિપજ્યું છે.  તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલ વોર્ડ નંબર - ૫ ના  ડાયાભાઇ ખાંદલાનું કોરોનાથી મોત નીપજ્યું છે. 

ડાયાભાઈ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન લીંબડી નગરપાલિકાના સદસ્યનું નિધન થયું છે. 

રાજ્યમાં વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના સંક્રમિત થતા તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે. કળતર અના ગળાં મા ચેપ જેવું લાગતાં ભીખાભાઈએ કોરોનાના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન થયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 93,50,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Embed widget