શોધખોળ કરો

Talaja Triple murder case : તળાજા બહુચર્ચિત ટ્રિપલ મર્ડર કેસમાં 6 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદ

તળાજા તાલુકાનાં બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ૬ આરોપીઓને કસુરવાર ઠેરવી કોર્ટે સજા ફટકારી છે. 2016માં થયેલા પ્યારઅલી માધવાણી, અબ્બાસ માધવાણી અને અલી માધવાણીનાં ટ્રિપલ મર્ડર કેસમાં ચુકાદો જાહેર થયો છે.

ભાવનગર : તળાજા તાલુકાનાં બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ૬ આરોપીઓને કસુરવાર ઠેરવી કોર્ટે સજા ફટકારી છે. 2016માં થયેલા પ્યારઅલી માધવાણી, અબ્બાસ માધવાણી અને અલી માધવાણીનાં ટ્રિપલ મર્ડર કેસમાં તળાજાના એડી. સેશન્સ જજ બ્રહ્મભટ્ટ સાહેબે ચૂકાદો જાહેર કર્યો છે. નિહાલ ભુરાણી, ગુલુભાઇ ભુરાણી, નૌશાદ ભુરાણી, નિશાદ ભુરાણી, ઇમરાન વજીર, અબ્બાસ વજીર સહિતના ૬ આરોપીઓને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ચકચારી કેસને લઈને કોર્ટ બહાર લોકોના ટોળા એકઠા થતા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Surat Crime : સ્પામાં પોલીસે અચાનક પાડી રેડ,  લલના અને ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાયા

સુરતઃ શહેરના રિંગ રોડ પર આવેલા સ્પામાં પોલીસે રેડ પાડતાં સાત લલના, સંચાલક અને ગ્રાહક મળી નવ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગ્રાહક અને એક લલના તો રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થતાં સાત લલના, સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રિંગ રોડ પર આવેલા ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમી રહ્યું હતું. સુરત પોલીસ કંટ્રોલને આ અંગે મેસેજ મળતા અઠવાલાઇન્સ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાં સ્પા  સંચાલક અર્જૂન લક્ષ્મણભાઈ શર્મા (ઉ.વ 19 રહે. ખોડીયારનગર, ભટાર)ની અટક કરી સર્ચ કરવામાં આવ્યું હતું. 

સર્ચમાં દુકાનોમાં અલગ અલગ રૂમ બનાવેલા હતા. જ્યાં તપાસ કરતાં એક રૂમમાંથી ગ્રાહક અને એક લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. અન્ય રૂમમાં તપાસ કરતાં અલગ અલગ રાજ્યોની કુલ 7 લલના મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડ તેમજ કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી લીધી છે. 

Surat: પત્ની રિસામણે જતા પતિએ કરી આત્મહત્યા, દોઢ વર્ષ અગાઉ કર્યા હતા પ્રેમ લગ્ન

સુરતમાં પત્ની રિસામણે જતા પતિએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં પત્ની રિસામણે જતા પતિએ માનસિક તણાવમાં આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના યુવકે દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.

 જે બાદ ઘર કંકાસ શરૂ થતા પત્નીએ ઘર છોડ્યુ હતુ અને પિયર જતી રહી હતી. ત્યારબાદ માનસિક તણાવના કારણે યુવકે આત્મહત્યા કરી હતી. પોલીસને  ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે યુવકે માનસિક તણાવમાં આત્મહત્યાનું પગલું ભર્યાનું સામે આવ્યુ છે. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે અંકિતા તને જોવા માટે હું તડપું છું. મારી ભૂલના કારણે તને ગુમાવી છે. હવે હું જીવવા માંગતો નથી.

સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે મોડી રાત્રે સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 11 જેટલા ટ્રક બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો:
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો: "પહેલા ફેફસાં જોયા, પછી કપાયેલા હાથ..." પ્રત્યક્ષદર્શીએ કહી રૂંવાડા ઊભા કરી દે તેવી વાત
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
Embed widget