Talati Exam: આઠ લાખથી વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
Talati Exam: આઠ લાખથી વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
ગાંધીનગરઃ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે. રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં ઉમેદવારો ઉમટ્યા હતા.
અમદાવાદમાં તમામ કેન્દ્ર સીસીટીવીથી સજ્જ કરાયા હતા. .ઉમેદવારો પર થ્રી લેયર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એટલુ જ નહી, પરીક્ષાના ઉમેદવારોને સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવાશે. પશ્ચિમ રેલવે અમદાવાદના સાબરમતીથી પાલનપુર વચ્ચે વિશેષ ડેમુ ટ્રેન દોડાવશે. તો ભાવનગરથી ગાંધીધામના પરીક્ષાર્થીઓ પણ ડેમુ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.તલાટીની પરીક્ષા માટે સુરત એસટી વિભાગે પણ એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરી છે. ઓનલાઈન બુકિંગ શરૂ કરવાની સાથે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો હતો.તો રાજકોટ એસ ટી વિભાગે પણ જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના શહેર માટે વિશેષ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
હસમુખ પટેલે બાંહેધરી આપી છે કે પરીક્ષામાં ગેરરીતી કે અડચણ ઉભી કરનાર સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. કાયદામાં 3થી 5 વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. સાથે મિલકત પણ જપ્ત થઇ શકે છે.
Talati Exam: પરીક્ષાર્થી માટે GSRTC ની હેલ્પલાઈન શરૂ, નોંધી લો તમારા જિલ્લાના નંબર
Talati Exam: રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૭મી મે, ૨૦૨૩ના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.
ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.
પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે યોનાજરી પરીક્ષા અંગે GSRTCની સરાહનીય પહેલ કરી છે. GSRTC દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. શુક્રવાર એટલે કે આજે સવારે 11 વાગ્યાથી GSRTCની હેલ્પલાઈન ચાલુ થશે. હેલ્પલાઇન પર ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે.