શોધખોળ કરો

Tapi Rain: સોનગઢમાં ભારે વરસાદ, ડોસાવાડા ડેમ ઓવરફ્લૉ થતાં નીચાણવાળા 10થી વધુ ગામોમાં પાણી ઘૂસવાનો ખતરો

તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે

Tapi Rain: તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, ઠેર ઠેર પાણી ભરાવવા લાગ્યા છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, આ બધાની વચ્ચે સમાચાર છે કે, સોનગઢનો ડોસાવાડા ડેમ પોતાની પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યો છે, અને ઓવરફ્લૉ થતાં જ આજુબાજુના ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 

માહિતી છે કે, તાપી જિલ્લાના સોનગઢમાં આ આવેલો રજવાડી સમયનો ડોસવાડા ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમ આ સિઝનમાં પહેલીવાર આટલો બધો ભરાયો છે અને ઓવરફ્લૉ થયો છે. આ ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર છે, અને અત્યારે ડેમની પૂર્ણતઃ સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. અત્યારે પાણીની આવક 5944 ક્યૂસેક છે, જ્યારે પાણીની જાવક 5944 ક્યૂસેક છે. ડોસાવાડા ડેમમાં ઓવરફ્લૉ થતાં આજુબાજુના 10થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.            

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે  પાણી ભરાયા છે.  કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે.  પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે.  હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો  તૈનાત કરાઈ છે.  રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget