શોધખોળ કરો

Gir Somnath: ઉનામાં બ્રિજ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા

ગીર સોમનાથ: ઉનાના તપોવન પાટીયા પાસે ઓવર બ્રિજ ઉપર યુવાનની કોહવાઈ ગયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે મૃતકના પિતાએ હત્યાની શંકા વ્યક્ત કરી છે. મૃતક યુવાનનો મુર્તદેહ ગુણીયાના બાચકામાં રખાયો હતો.

ગીર સોમનાથ: ઉનાના તપોવન પાટીયા પાસે ઓવર બ્રિજ ઉપર યુવાનની કોહવાઈ ગયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે મૃતકના પિતાએ હત્યાની શંકા વ્યક્ત કરી છે. મૃતક યુવાનનો મુર્તદેહ ગુણીયાના બાચકામાં રખાયો હતો. ઉના કોટ વિસ્તારમાં રહેતા અલ્ફાઝ ઈમ્તિયાઝ કાજી મંગળવારે રાત્રે બાઈક લઇ નીકળ્યો હતો. ત્યારથી યુવક લાપતા હોવાની પોલીસમાં તેમના પરીવાર દ્રારા જાણ કરાઈ હતી. ત્યાર બાદ મામલતદાર  હેમીનાબેન પટેલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં ઓવર બ્રીજ પર ઉમટ્યા હતા. મૃતક યુવકની ઉંમર 18 વર્ષ છે. 

 તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી

તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે  ગુજરાત પરત ફર્યા.

આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.

ભૂકંપ આવવાના સમયે અમે ગાઝિયાનટેપમાં જ હતા. ભૂકંપ આવતાની સાથે જ પેટ્રોલપમ્પ ઉપર ચાર કલાકની લાઈનો લાગી. ગેસની પાઈપમાં બ્લાસ્ટ થતા તુર્કીમાં ગેસનો પુરવઠો બંધ થયો. ભૂકંપ આવ્યા પહેલા ત્રણ દિવસ ભારે બરફવર્ષા થઈ હતી. ઇન્ડિયન એમ્બેસી સિવાય તુર્કી સરકારે પણ મદદ કરી. ભૂકંપ સમયે ફસાયેલા મહિલાએ પણ abp અસ્મિતા સાથે કરી વાતચીત. આ મહિલાએ કહ્યું કે, પરિવારના મહિલા તરીકે ખાવા પીવાની અને પોતાના પરિવારની ચિંતા સતાવતી રહી. એરપોર્ટ ઉપરથી નીકળતા સમયનું દ્રશ્ય ભયાવહ હતું. કોઈ સિક્યોરિટી નહિ, કોઈ ચેકીંગ નહિ, લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્ર સાર્થકે પણ પોતાના અનુભવ વર્ણવ્યા. મારી 25 વર્ષીય ઉંમરમાં આજ સુધી આવા દ્રશ્યો નથી જોયા. ભૂકંપના દ્રશ્યો હું આજીવન ભૂલી નહિ શકું. મારા મિત્રો સાથે વાતચીત બાદ તમામ લોકો પણ નિરાશાજનક માહોલમાં હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget