Amreli breaking: રાજુલામાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી
Amreli breaking: અમરેલીના રાજુલામાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો છે. રાજુલા હાઈવે પર આ દુર્ઘટના બની છે, ભાવનગર-વેરાવળ હાઈવે વાળો બ્રિજ ધરાશાયી થયો છે. 50 ટકા બ્રિજનુ કામ પૂર્ણ થયુ 50 ટકા બ્રિજનુ કામ બાકી છે.
Amreli breaking: અમરેલીના રાજુલામાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો છે. રાજુલા હાઈવે પર આ દુર્ઘટના બની છે, ભાવનગર-વેરાવળ હાઈવે વાળો બ્રિજ ધરાશાયી થયો છે. 50 ટકા બ્રિજનુ કામ પૂર્ણ થયુ 50 ટકા બ્રિજનુ કામ બાકી છે.
રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પુલ ધારશય થતા અનેક સવાલો ઉઠ્યા છે. નેશનલ હાઈવે શરૂ થાય તે પહેલા જ બ્રિજ ધરાશયી થયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે અને ઘોર બેદરકારી સામે આવી છે. રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક પુલનું કામ શરૂ હોય તે દરમિયાન ગડરો ઉપરથી ખાબકી હતી. જો કે આ દરમિયાન કામ કરી રહેલા મજૂરોનો આબાદ બચાવ થયો છે. બ્રિજ ધરાશાયી થતા રાજકારણ ગરમાયું છે. બ્રિજની કામગીરીની લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
અમદાવાદ સોલા બ્રિજ પર 4 કાર અથડાતા અકસ્માત
અમદાવાદના સોલા બ્રિજ એક સાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લાંભા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે કોઇ જાનહિની સમાચાર નથી. અમદાવાદના સોલા બ્રિજ એક સાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે લાંભા સમય સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે કોઇ જાનહિની સમાચાર નથી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જેતપુર વાડાસડા ગામ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા બાઇકમાં સવાર ચદુંભાઈ બાલુભાઈ પરમારનું ઘટના સ્થળ મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી છે.
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.' ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.