શોધખોળ કરો

ગુજરાતમાં 29 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સરકારે આપી આટલી સહાય

આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શિક્ષણમાં સહાય આપવાના ઉદેશ સાથે કુલ ૦૮ યોજનાઓ કાર્યરત છે

World Trible Day: ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે ૮૯.૧૭ લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૧૪ જિલ્લામાં અંદાજે ૨૯ લાખથી વધુ આદિજાતિ સમુદાયના વિદ્યાર્થી ભાઈ- બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક યોજનાઓ હેઠળ વાર્ષિક રૂ. ૭૨,૭૧૯ લાખની વિવિધ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. જ્યારે રાજ્યભરની આદિજાતિની ૧,૯૫૨ જેટલી શાળાઓ-છાત્રાલયોમાં અંદાજે ૨.૧૬ લાખ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે નિવાસી શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે આદિવાસીઓના સર્વાંગીણ ઉત્થાન માટે યુનાઇટેડ નેશન્સ-UN ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ દ્વારા દર વર્ષે તા.૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’- `International Day of The World’s Indigenous Peoples’ તરીકે ઉજવવામાં આવે છે. આ માટે વર્ષ ૨૦૨૩માં ‘Indigenous Youth as Agents of change for Self-determination’ વિષયક થીમ નક્કી કરવામાં આવી છે.

૮ યોજનાઓ કાર્યરત

હાલમાં આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શિક્ષણમાં સહાય આપવાના ઉદેશ સાથે કુલ ૮ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ ૧,૦૨,૭૯૭ વિદ્યાર્થીઓને, વિધા સાધના યોજનામાં ધોરણ ૯ના ૩૮,૨૩૭ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય, ૨૯,૬૫૬ને ફૂડ બિલ સહાય, ૧,૮૫,૬૩૮ને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, તબીબી અને ઇજનેરીના ૧,૫૫૦ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સાધન સહાય, ITIના ૧૦,૮૬૭ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ ૧૩,૦૭,૨૩૪ને ગણવેશ સહાય એમ કુલ ૨૯.૮૩ લાખથી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનોને વાર્ષિક રૂ.૭૨,૭૧૯ લાખની વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી છે.

ગુજરાતમાં ૧૮ ટકા વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ અંતર્ગત ૫,૮૮૪ ગામોમાં આદિજાતિ સમુદાયના નાગરિકો નિવાસ કરે છે. આ સમુદાયના વિદ્યાર્થી ભાઇ-બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્યભરમાં કાર્યરત ૪૪ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)માં ૧૪,૬૨૦ અને ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ૧૫,૧૨૧ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત બે સૈનિક સ્કૂલમાં ૭૯૦, વિવિધ ૧૨ મોડેલ સ્કૂલમાં ૫,૫૨૦ રાજ્યની ૭૫ આદર્શ નિવાસી શાળાઓમાં ૧૧,૭૦૦ જ્યારે ૧૭૫ સરકારી છાત્રાલયોમાં ૧૯,૩૪૦, ગ્રાન્ટ ઇન એઇડ ૯૨૦ છાત્રાલયોમાં ૫૦,૫૬૬, વિવિધ ૨૦ સમરસ છાત્રાલયોમાં ૩,૯૦૦ જ્યારે રાજ્યની ૬૬૧ આશ્રમ શાળાઓમાં ૯૬,૭૦૦ એમ કુલ ૨,૧૬,૦૦૦ વિદ્યાર્થીઓ વિવિધ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આદિજાતિ વિદ્યાર્થીઓના ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાં સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા NEET,JEE Mains તેમજ JEE Advanceના કોચિંગ માટે સહાય આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૨૩માં ૫૯૨ આદિજાતિ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET જ્યારે IIT જેવી ઉચ્ચ ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટેની JEE Mainsમાં ૮૩ અને JEE Advance પરીક્ષામાં છ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે લોન યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૮ આદિજાતિ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.

ગુજરાતના છેવાડાના આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ થકી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, રહેવા માટે સુવિધાયુક્ત હોસ્ટેલ, વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન, સાયકલ સહાય, ગણવેશ સહાય, શૈક્ષણિક સાધન સહાય તેમજ રાજ્ય - કેન્દ્ર પુરસ્કૃત વિવિધ શિષ્યવૃત્તિ આપીને સાચા અર્થમાં શિક્ષણ માટે પ્રેરિત કરવાનો 'શિક્ષણ યજ્ઞ' સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો આદિજાતિ વિસ્તારના છેવાડાના લાખો વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહભેર લાભ લઈને તેમની અને ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ બનાવી રહ્યા છે જે અન્ય માટે પ્રેરણાસ્રોત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Embed widget