શોધખોળ કરો

Gandhinagar: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 55 હજાર કરતા વધુ આવાસો બન્યા, 1952 કરોડની સહાય ચૂકવી

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો બનાવવામાં આવ્યા હોવાની જાણકારી સરકારે આપી હતી.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો બનાવવામાં આવ્યા હોવાની જાણકારી સરકારે આપી હતી. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને "હાઉસિંગ ફોર ઓલ" હેઠળ આવાસો આપવાનો સરકારનો નિર્ધાર છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૧૯૫૨ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે.

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિ પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

તેમણે ઉમેર્યું હતું કે  આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧.૫૦ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા ૨ લાખ રૂપિયા એટલે કે કુલ મળીને ૩.૫૦ લાખ રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ૯.૭૮ લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી ૮.૬૩ લાખ આવાસો પૂર્ણ થયા છે જેમાં ૬.૧૩ લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતને આ માટે 14 એવોર્ડ પણ મળ્યા છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ ૧,૫૬,૯૭૮ આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી ૧,૨૦,૫૯૪ આવાસો પૂર્ણ થયા છે અને ૩૬,૩૮૪ આવાસો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારના ૧,૯૩૮ કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના ૨,૬૫૬ કરોડ રૂપિયા મળી કુલ  ૪,૫૯૫ કરોડ રૂપિયાની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આવનાર ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું ઋષિકેશ પટેલ જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આ તારીખ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આ તારીખ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ કેટલાક દિવસ વરસશે વરસાદ, ક્યાં જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ કેટલાક દિવસ વરસશે વરસાદ, ક્યાં જિલ્લામાં એલર્ટ જાહેર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
શંકર ચૌધરીનો દબદબો યથાવત્: બનાસ ડેરીના ચેરમેન પદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી, ભાવા રબારી વાઇસ ચેરમેન બન્યા!
શંકર ચૌધરીનો દબદબો યથાવત્: બનાસ ડેરીના ચેરમેન પદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી, ભાવા રબારી વાઇસ ચેરમેન બન્યા!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતે ગૂમાવ્યા બે 'સિતારા'
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'ખજૂર' ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુજરાત છે કે 'ગોવા'?
Gujarat Unseasonal Rain: આગાહી પ્રમાણે ગુજરાતમાં પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આ તારીખ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આ તારીખ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ કેટલાક દિવસ વરસશે વરસાદ, ક્યાં જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ કેટલાક દિવસ વરસશે વરસાદ, ક્યાં જિલ્લામાં એલર્ટ જાહેર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
શંકર ચૌધરીનો દબદબો યથાવત્: બનાસ ડેરીના ચેરમેન પદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી, ભાવા રબારી વાઇસ ચેરમેન બન્યા!
શંકર ચૌધરીનો દબદબો યથાવત્: બનાસ ડેરીના ચેરમેન પદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી, ભાવા રબારી વાઇસ ચેરમેન બન્યા!
Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Gold Price : સોનાની કિંમતમાં ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત અને  હાલ રોકાણ કરવું કે નહિ? શું કહે છે નિષ્ણાત
Gold Price : સોનાની કિંમતમાં ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત અને હાલ રોકાણ કરવું કે નહિ? શું કહે છે નિષ્ણાત
માત્ર એક વખત રોકાણ કરીને દર મહિને મેળવો ઇન્કમ, જાણો પોસ્ટ ઓફિસની શાનદાર સેવિંગ સ્કિમ
માત્ર એક વખત રોકાણ કરીને દર મહિને મેળવો ઇન્કમ, જાણો પોસ્ટ ઓફિસની શાનદાર સેવિંગ સ્કિમ
Embed widget