તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને કર્યા પાયમાલ, પાંચ લાખ હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન
સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારમાં બાજરી, તલના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર, કેળાનો પાક બરબાદ થઈ ગયો છે.
![તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને કર્યા પાયમાલ, પાંચ લાખ હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન The hurricane caused severe damage to farmers and damaged horticultural crops in five lakh hectares તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને કર્યા પાયમાલ, પાંચ લાખ હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/19/f74e5376b0dd94c88fcc4a919688c382_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તૌકતે વાવાઝોડાને લીધે રાજ્યમાં ભારે ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાને લીધે રાજ્યના પાંચ લાખ હેક્ટરમાં પથરાયેલ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેમાં કેરી, નાળિયેરી, ચીકુ, જાંબુ, ડાંગરના પાક બરબાદ થઈ ગયો છે.
ગીર સોમનાથ અને ભાવનગરમાં કેરી, નાળિયેરી અને કેળાના પાકને નુકસાન થયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર, કેળાનો પાક બરબાદ થયો છે. કચ્છમાં પણ કમલ ફ્રુટ અને ખારેકના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
ગીર પંથકમાં તો કેરીનો પાક સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કેરીનો પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. પાંચ લાખ હેક્ટરમાં બગીચામાં પોણા બે લાખ હેક્ટરમાં પથરાયેલા કેરીના પાકને નુકશાન થયુ છે. તો છ લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે.
સમગ્ર રાજ્યમાં પાંચ લાખ હેક્ટરમાં ફળોના બગીચાઓમાં ભારે નુકસાન થયુ છે. નાળિયેરના ઝાડ અને ચીકુના ઝાડ ધરાશાયી થઈ ગયા છે. જેમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયુ છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારમાં બાજરી, તલના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર, કેળાનો પાક બરબાદ થઈ ગયો છે.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)