શોધખોળ કરો

ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ, જાણો ગયા વર્ષના 36 ઇંચ સામે આ વર્ષે કેટલો વરસાદ પડ્યો

વર્ષ 2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ મહિનાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ઈંચ જ વરસાદ વરસ્યો છે. જે સિઝનના એવરેજ વરસાદનો માત્ર 41.80 ટકા વરસાદ થાય છે. આમ સમગ્ર ચોમાસાની સિઝના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58.20 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વર્ષે ઓગસ્ટ મહિનાના 28 દિવસમાં માત્ર બે ઈંચ જ વરસાદ વરસ્યો છે. જેની સામે ગયા વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વર્ષ 2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ મહિનાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 36 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં 76 તાલુક તો એવા હતા જ્યાં 50 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. વર્ષ 2019માં પણ 28 ઓગસ્ટ સુધીમાં 31 ઈંચ જેટલો એટલે કે 93.54 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. અને 53 તાલુકા એવા હતા કે જ્યાં 50 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જો કતે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 13 તાલુકામાં જ 50 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. બે તાલુકા તો એવા છે જ્યાં બેથી ત્રણ ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે.

અરવલ્લીમાં વરસાદ

લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાની યાત્રાધામ શામળાજીમાં પધરામણી થઈ છે. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો.

ભિલોડાના નાપડાકંપામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. જિલ્લાના ખેડ઼ૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. હાલ ખેડૂતોને વરસાદની ખુબ જ જરૂર છે. અરવલ્લી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના મોટાભાગના ડેમમાં જળસ્તર નીચે ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડ્યો છે. વિજયનગર બાદ ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર પંથકમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ખેડૂતોને વરસાદ વરસવાને લઈ આશા જીવંત થઈ છે. હિંમતનગર તાલુકામાં સીઝનનો અત્યારસુધીમાં 9 ઈંચ, ઈડરમાં 10 ઈંચ, ખેડબ્રહ્મામાં 8 ઈંચ વરસાદ, પોશીનામાં 11 ઈંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.

અમરેલીમાં વરસાદ

અમરેલીના જાફરાબાદ, ખાંભામાં વરસાદ પડ્યો હતો. સાંજ બાદ જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના ખાંભામાં અત્યારસુધીમાં સીઝનનો સાડા દસ ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 73.85 ટકા વરસાદ પડ્યો છે.

બાબરામાં સિઝનનો 53.12 ટકા, બગસરામાં 27.79 ટકા, ધારીમાં 37.74 ટકા, જાફરાબાદમાં  29.50 ટકા, ખાંભામાં 39.98 ટકા, લાઠીમાં સિઝનનો 34.32 ટકા, લીલીયામાં 75.44, રાજુલામાં 42.96 ટકા, સાવરકુંડલામાં 53.52 ટકા અને વડિયામાં 31.52 ટકા વરસાદ વરસ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget