શોધખોળ કરો
Advertisement
બોર્ડનું ધોરણ 10નું પરિણામ 5 ટકા ઓછું આવવા માટે બોર્ડે શું આપ્યું મોટું કારણ ?
આજે જાહેર થયેલા પરિણામમાં બનાસકાંઠાના સપરેડા કેંદ્રનું સૌથી વધુ 94.78 ટકા પરિણામ આવ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યમાં ધોરણ 10નું પાંચ વર્ષનું સૌથી ઓછું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 66.67 % પરિણામ આવ્યું હતું. રાજ્યમાં ધોરણ 10મા બોર્ડના પરિણામમાં થયેલા ઘટાડા સામે શિક્ષણવિદો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોર્ડ દ્વાર એવું કારણ અપાયું છે કે, પરિક્ષાની પધ્ધતિ બદલાંતાં પરિણામ પર અસર થઈ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓએસડી એમ. એમ. પઠાણે જણાવ્યું કે, આ વર્ષે પેપર સ્ટાઇલમાં ફેરફાર કર્યો હતો તેને કારણે પણ પરિણામમાં ઘટાડો થયો હોવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું કે, પરિણામમાં ઘટાડા અંગે એનાલિસીસ કરવામાં આવશે.
આજે જાહેર થયેલા પરિણામમાં બનાસકાંઠાના સપરેડા કેંદ્રનું સૌથી વધુ 94.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી કેંદ્રનું સૌથી ઓછું 14.9 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે. જ્યારે 291 શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 174 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement