સાવધાન! વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું
જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી.

ગાંધીનગર: રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ગાંધીનગર RTOએ વાહનચાલકોને અનધિકૃત લિંક પર ચલણ ન ભરવા ચેતવણી આપી છે. ચલણ ભરવું હોય તો માત્ર અધિકૃત વેબસાઇટ https://echallan.parivahan.gov.in પરથી જ ભરો. સોશિયલ મીડિયા કે વોટ્સએપ મારફતે મળતી લિંક ખોટી હોય શકે છે. સાયબર ફ્રોડથી બચવા સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે
ખરીદીથી લઈને બેંકિંગ સુધી, બધું જ ઓનલાઈન થઈ ગયું છે. પરંતુ સુવિધાઓમાં વધારો થયો છે, પરંતુ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે તમારા ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જાય છે, અથવા કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને OTP માંગે છે અને પછીથી તમને ખબર પડે છે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, ફક્ત એક નંબર 1930 યાદ રાખો.
1930 કેમ ખાસ છે ?
1930 પર ક્યારે ફોન કરવો?
- જો તમને લાગે કે તમે કોઈપણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બન્યા છો.
- તમારી માહિતી વિના બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે.
- કોઈએ નકલી લિંક અથવા વેબસાઇટ દ્વારા તમારી સાથે છેતરપિંડી થઇ છે.
- કોઈએ OTP કે વીડિયો કોલ દ્વારા પૈસા લઈને તમારી સાથે છેતરપિંડી કરી છે.
- ધમકીભર્યા ઓનલાઈન કોલ આવી રહ્યા છે.
- તો સમય બગાડ્યા વિના 1930 પર ડાયલ કરો.





















