શોધખોળ કરો

સોમનાથનો સુવર્ણયુગઃ આજે PM મોદી મંદિર ખાતે સમુદ્ર દર્શન પથ, પ્રદર્શન કક્ષનું કરશે ઉદ્ધાટન

જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે.

સોમનાથઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે.  સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે 4 પ્રોજેકટનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે. સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને નરેન્દ્ર મોદી ખુલ્લો મુકશે. અહીંથી સોમનાથ મહાદેવ મંદિર અને સમુદ્રના ચાલતા ચાલતા દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દર્શન થશે.

વોક વે પરથી સોમનાથ અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે. આ વૉક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિંમી લમ્બો દરિયા કિનારે નિર્માણ પામ્યો છે, જે લગભગ 47 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે.

જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે. અહલ્યા બાઇ મંદિરના નવીનીકરણને લઇ સ્થાનિક પુરોહિતોમાં ખુશી છવાય છે. જેટલુ જ સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ છે તેટલું જ અહીં અહલ્યા બાઈ મદિર નું મહત્વ છે.

સોમનાથનું ભવ્ય મ્યુઝિયમ, જે પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવે છે. આ મ્યુઝિયમ પણ આજે પ્રધાનમંત્રી વર્ચ્યુલ લોકાર્પણ દ્વારા ખુલ્લું મુકશે. લગભગ 1955ની આસપાસ સોમનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ  થેયેલા ખોદકામ માં સદીઓ પહેલા ધ્વંશ થયેલા સોમનાથ મંદિરના અવશેષ મળ્યા હતા, જે અવશેષો ને અહીં સાચવણી થઈ રહી છે. સોમનાથ મહાદેવ મંદિરના અવશેષોની સાચવણી થઈ શકે સાથે જ લોકો તેને જોઈ શકે તેના વિશે જાણી શકે તે હેતુથી ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જે પણ આજે પ્રધાન મંત્રી ભાવિકો માટે ખુલ્લું મુકશે. મ્યુઝીયમની અંદર તમામ અવસેસોની માહિતી પણ લખાયેલી છે, જેથી એ અવસેસ વિશે લોકોને સાચી અને સચોટ જાણકારી પણ મળે.

સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલા પાર્વતી મંદિરનું નિર્માણ કાર્ય માટે આજે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ખાતમુહુર્ત પણ કરવાના છે. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે પાર્વતી મંદિર નિર્માંણ પામશે. સદીયો પહેલા સોમનાથ અને પાર્વતીજી બન્ને મંદીરોને લૂંટી તોડી પડાયા હતા.જો કે, સોમનાથ મંદિર ઉભું કરી દેવાયું પરંતુ પાર્વતી મંદિર હજુ સુધી ઉભું ન થઈ શક્યું, આખરે હવે તે શક્ય બની રહ્યું છે અને તેનું હવે ખાતમુહુર્ત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Padminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલPadminiba Vala | કરણસિંહ ચાવડાને લઈને પદ્મિનીએ કહી દીધી મોટી વાત | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | ક્યાં અટવાય છે રી-ડેવલપમેન્ટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Horoscope Today Horoscope Today: શનિવારનો  દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા,  જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today Horoscope Today: શનિવારનો દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
Embed widget