શોધખોળ કરો

Dahod: દાહોદમાં 7-8 વર્ષના બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો

દાહોદ: વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નદીમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા છે. ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા.

દાહોદ: વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નદીમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા છે. ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીમાં ન્હાવા ગયેલા બાળકો ડૂબી ગયા હતા. બાળકો નદીમાં ડૂબતા હતા ત્યારે નજીકમાં કામ કરતી બાળકીની નજર પડતાં તેમણે પરિજનોને જાણ કરી હતી.

જે બાદ પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોને બહાર કાઢ્યા હતા. બાળકોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. 7 વર્ષના મહાવીર અને 8 વર્ષીય ધવલના મોત અરેરાટી મચી ગઈ છે. તો બીજી તરફ બે બાળકોના મોતથી પરિજનોમાં ગમગમીનો માહોલ છે. હાલમાં બન્ને મુતદેહોને પીએમ માટે લઈ જવામાં આવ્યા છે.

ગીર સોમનાથ: જિલ્લાના ચોરવાડમા યુવકના આપઘાતની રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુવકની ગળેફાસો ખાઈને આત્મહત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ નીતિન પરમાર હોવાનું સામે આવ્યું છે, જયારે પોલીસની વિશેષ તપાસમાં પોલીસને હાથ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કથિત રીતે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથિત વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સો સામે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ હોવાની વાતથી આ મામલાએ રાજકીય આલમમાં પણ ભારે ચકચાર મચી છે.
 
બનાવથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેનું આજે બપોરે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જેના પર કથિત આક્ષેપ છે તે ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાચી હકીકતો પોલીસ તપાસ અને મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જ સામે આવશે.

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.

આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા.  ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું.

મનીષભાઇએ સુસાઈડ નોટમાં પણ તાંત્રિક શબ્દોનો ‘ભગવાન પરચો બતાવશે’’ તેવો ઉલ્લેખ પણ કર્યો છે. મનીષ ઘણા સમયથી તેના અંગત મિત્ર બ્રાહ્મણ વિપુલ નામના વ્યકતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. મનીષે અગાઉ પોતાના સોશિયલ મીડિયામાં અઘોરી બાવાના આશીર્વાદ લેતો હોવાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેઓ તાંત્રિક વિદ્યામાં પણ વધુ માનતા હતા. બ્રાહ્મણ વિપુલ આવી પ્રવૃત્તિઓ કરાવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget